રાજકોટ પીએસઆઈ એન.કે. પંડ્યાએ કરેલા ફાયરિંગનો મામલો.
ઘટના અંગે એસીપી ભાવેશ જાધવે આપ્યું નિવેદન.
પીએસઆઈ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના અપાયા આદેશ
રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર રહેતા અને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે. પંડયાના ફ્લેટમાં ગઈ મોડી રાતે તેમની સરકારી બંધુકમાંથી રહસ્યમય રીતે ફાયરિંગ થતાં પીએસઆઈ એન.કે. પંડયા અને ફ્લેટમાં તેમની સાથે રહેલા તેમના પરિણીત મહિલા મિત્રને ગોળી વાગવાથી ઇજા થઇ છે. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર રહેતા અને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે. પંડયાની બંધુકમાંથી રહસ્યમય રીતે ફાયરિંગની ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે જાણવા જોગ પોલીસ નોંધ કરી તપાસ શરૂૂ કરવામાં આવી છે.રાતે ફ્લેટમાં એવું તો શું બન્યું કે પીએસઆઈ એન.કે. પંડયા પોતાની સરકારી બંધુક સાફ કરી રહ્યા હતા ત્યારે ફાયરીંગ થયું. રિવોલ્વર સાફ કરતી વેળાએ કઈ-કઈ પ્રકારની તકેદારી રાખવી તેની ખાસ પોલીસ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હોય તે ત્યારે આ ઘટનામાં પીએસઆઈ પંડ્યાએ લાપરવાહી દાખવી હોય આ મામલે તપાસ બાદ પીએસઆઈ પંડ્યા સામે પગલા લેવાશે. અગાઉ વલસાડ રહેતી પૂજા પટેલ નામની મહિલા મિત્ર જે થોડા સમય પૂર્વે રાજકોટ રહેવા આવી હોય અને અવાર-નવાર પીએસઆઈ પંડ્યાને મળવા આવતી હતી. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ફાયરિંગની ઘટના બન્યા બાદ આ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું છે. પીએસઆઈ એન.કે.પંડ્યા સાથે ફ્લેટમાં એવું તો શું બન્યું કે, સરકારી રિવોલ્વર રાતે સાફ કરવાની જરૂર પડી અને મિસફાયર થયું આ ઘટનામાં પીએસઆઈ અને તેમના મહિલા મિત્રને ઇજા થઇ હતી.
સોમવારે રાત્રિના સમય પીએસઆઈ અને તમેના મહિલા મિત્ર એકલા જ હતા અને ત્યા સર્વિસ રિવોલ્વર સાફ કરતી વેળાએ ગોળી છૂટતા પીએસઆઈને હાથમાં અને તેમના મહિલા મિત્ર પૂજા પટેલને પડખામાં ગોળી વાગી, થોડીવાર બાદ જ યુનિવર્સિટી પોલીસ મથકને જ સમાચાર મળ્યા હતા કે, પીએસઆઈ પંડ્યા અને તેમની સાથે રહેલા તેમના મહિલા સૌપ્રથમ તો સવાલ પોલીસ અધિકારીઓને એ થઇ રહ્યો છે કે, પીએસઆઈના મહિલા મિત્ર રાત્રિના સમયે પંડ્યાના ઘેર શા માટે ગયા હતા? મહિલા મિત્ર પરણિત છે કે અપરણિત અને પીએસઆઈ પંડ્યા ખરેખર રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને તે સમયે જ ગોળી વછૂટી હતી ?..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

