Site icon hindtv.in

જમ્મુ કાશ્મીરમાં હુમલા અંગે રાજકોટની યુવતીએ વર્ણવી આપવીતી.

જમ્મુ કાશ્મીરમાં હુમલા અંગે રાજકોટની યુવતીએ વર્ણવી આપવીતી.
Spread the love

જમ્મુ કાશ્મીરમાં હુમલા અંગે રાજકોટની યુવતીએ વર્ણવી આપવીતી.
રુચિ નકુમેં કહ્યું હુમલા બાદથી અમે પણ ગભરાયેલા છીએ
આવું કૃત્ય કરનાર તમામને છોડશો નહીં

રાજકોટમાં રહેતા માંકડ અને નકુમ પરિવારના સભ્યો જમ્મુ કાશ્મીર ફરવા ગયા હોય અને ત્યાં આતંકી હુમલો થતા ફસાયા છે. ત્યારે રાજકોટમાં રહેતા તેમના પરિવારજનોએ તેમના પરિજન સહીસલામત રાજકોટ પરત ફરે તે માટે સરકારને મદદ કરવા માગ કરી છે. કાશ્મીરથી અહીં આવતી ફ્લાઈટના ભાડા પણ વધી ગયા હોવાનું ત્યાં ફસાયેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું.

રાજકોટના કુલદીપ નકુમ સહીત 4 લોકો શ્રીનગરમાં ફસાયા હોવાનુ સામે આવ્યુ છે. જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલો થયો બાદમાં પ્રવાસીઓ ત્યાં ફસાયા છે. જમ્મુ કાશ્મીરમાં હુમલા અંગે રાજકોટની યુવતીએ વર્ણવી આપવીતી જણાવતા સરકાર પાસે મદદ માંગી છે અને કહ્યું છે કે ફલાઈટના ભાડા 35 થી 40 હજાર છે અને તેમાં પણ વેઇટિંગ છે. અન્ય વાહનો પણ મળતા નથી ,ર સ્તાઓમાં જામ લાગી ગયા છે. અમે હુમલા બાદથી ગભરાયેલા છીએ પરંતુ આવું કૃત્ય કરનાર તમામને છોડશો નહીં :

રાજકોટમાં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો યુવાન હેત માંકડ સહિત પરિવારના 4 સભ્યો તો અન્ય કુલદિપ નકુમ સહિત 4 લોકો કાશ્મીરમાં ફસાયેલા છે. જોકે હાલ તેઓ સુરક્ષિત હોવાનુ સામે આવ્યું છે. બંનેના પરિવારની માંગણી છે કે, અમારા પુત્રો સહિતનાને સરકાર સુરક્ષિત પરત લાવે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version