સરદાર પટેલનું અપમાન કરતા રાજ ઠાકરેનો ગુજરાતમાં વિરોધ

Featured Video Play Icon
Spread the love

સરદાર પટેલનું અપમાન કરતા રાજ ઠાકરેનો ગુજરાતમાં વિરોધ
સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે કર્યો વિરોધ
રાજ ઠાકરે આવા નિવેદનો ના આપવા જોઈએ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની ટિપ્પણી, ‘સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈ મહારાષ્ટ્રને આપવાની વિરુદ્ધ હતા, બાદ ગુજરાતમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર સમાજના આગેવાન જેરામ પટેલેનું નિવેદન સામે આવ્યું છે

તારીખ 18 જુલાઈએ એક સભામાં રાજ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે, મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતાં જણાવ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું. અગાઉ સુધી જેને “લોહપુરુષ” તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરેએ નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવતાં કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયાં છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજ ઠાકરેએ દાવો કર્યો કે ઘણાં વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે. જોકે હવે રાજ ઠાકરેના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જેને લઈને ગુજરાતના નેતાઓ અને સામાજિક સંસ્થાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર સમાજના આગેવાન જેરામ પટેલે કહ્યું કે, રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે અને તેમને રાષ્ટ્રીય વ્યક્તિ વિશે આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સરદાર પટેલને હિન્દુ સમ્રાટ કહેતા જણાવ્યું હતું કે, હિન્દુ સમાજના કોઈપણ વ્યક્તિઓએ રાષ્ટ્રીય વ્યક્તિ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલના વિવાદમાં ન પડવું જોઈએ.

રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે,સરદાર વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા છે. તેમના દ્વારા રાજાશાહીને લોકશાહીમાં તબદીલ કરવામાં આવી. હિન્દુ સમાજના કોઈપણ વ્યક્તિઓએ સરદાર વલ્લભભાઈ પટેલના વિવાદમાં પડવું ન જોઈએ. તે આપણા આરાધ્યદેવ ગણાય છે અને તેમના કારણે જ લોકશાહી મળી છે. રાજા રજવાડાઓને સમજાવ્યા અને મનાવ્યા છે. જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ હતા તેમને આકાશમાં જોયું તો પ્લેન જતું હતું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, સમજતા હોય તો સમજી જાવ નહિતર પાકિસ્તાન ચાલ્યા જાવ. બંને પોતાની પત્ની મૂકીને ભાગી ગયા તે સરદાર સાહેબની મહાનતા અને કેપેસિટી હતી. સરદાર પટેલ માત્ર ગુજરાતના નહીં ભારતના મહાન નેતા હતા અને હિન્દુ સમ્રાટ હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *