Site icon hindtv.in

સુરતમાં વરસાદે પાલીકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડ્યા

સુરતમાં વરસાદે પાલીકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડ્યા
Spread the love

સુરતમાં વરસાદે પાલીકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડ્યા
વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
કતારગામ કોઝવે રોડ પર પણ પાણી ભરાયુ

સુરતમાં ધોધમાર પડેલા વરસાદે પાલીકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કતારગામ કોઝવે રોડ પર પણ પાણી ભરાયુ હતું.

સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે. પરંતુ ચોમાસાના પ્રથમ જ વરસાદે સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. ખાસ કરીને કતારગામ કોઝવે રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો ધીમી ગતિએ પસાર થયા તો કેટલાક સ્થળોએ ટ્રાફિકજામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિકોએ પણ પાણીના યોગ્ય નિકાલના અભાવે મુશ્કેલી વ્યક્ત કરી હતી.

Exit mobile version