સુરતમાં મંગળવારથી પડી રહેલા વરસાદ
અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી
દુકાનની બહાર ઘૂંટણ સુધીના પાણી
સુરતમાં મંગળવારથી પડી રહેલા વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના કતારગામ, ડભોલી, વેડરોડ, સીંગણપુર વિસ્તારમાં પાણી ભરાયા હતા તો ડભોલી વેડરોડ વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા દુકાનના વેપારીઓ ભારે પરેશાન થયા હતાં. સાથે વાહન ચાલકો પણ ભારે પરેશાન થયા હતાં. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય દુકાનની બહાર ઘૂંટણ સુધીના પાણીનો નિકાલ કરવા ખુદ વેપારીઓ કામે લાગ્યા હતાં. જે કામ સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ કરવાનું હોય તે લોકોએ જાતે કરવું પડ્યું છે. તો સવારના સમયે એક કલાકથી વરસાદ બંધ હોવા છતાં પાણી ન ઉતરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પાણી ભરાવાને લઈ વેપારીઓને ભારે નુકસાન થતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

