Site icon hindtv.in

અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો

અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો
Spread the love

અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો
ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી પાંચમહુડા ગામમાં ભારે દહેશત
રાત્રી દરમ્યાન 200 જેટલા પરિવારોએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો.

અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ભિલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી પાંચમહુડા ગામમાં ભારે દહેશત સર્જાઈ છે. રાત્રી દરમ્યાન ૨૦૦ જેટલા પરિવારોએ ઉજાગરો કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. હાલત એવી બની છે કે જો તાત્કાલિક પગલા નહિ લેવાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે.

અરવલ્લી જિલ્લાનું ભિલોડા તાલુકો જ્યાં વરસાદે પોતાની અસલી તાકાત બતાવી. ઈન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી રસ્તો ધોવાઈ ગયો અને પાંચ મહુડા ગામની તરફ પાણી વળવાનું જોખમ ઉભું થયું હતું… પાંચમહુડા ગામના ૨૦૦થી વધુ પરિવાર માટે મોટું જોખમ પેદા થયું છે… લોકો આખી રાત ઊંઘ્યા વિના, ભયના માહોલમાં વચ્ચે રહ્યા હતા…બાળકો અને મહિલાઓએ તાત્કાલિક રક્ષણની માગ ઊઠાવી છે. સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે કે ઇન્દ્રાસી નદી પર તાત્કાલિક અસરથી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે… નહિંતર આગામી વરસાદ સાથે પાણી ફરી ગામમાં ઘૂસે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.

કિશનગઢ વિસ્તારના પાંચ મહુડા ગામમાં હાલ વહીવટી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકો કહે છે કે વર્ષોથી રક્ષણ દીવાલની માંગણી કરવામાં આવી રહી છે… પણ હજુ સુધી કોઈ કાયમી પગલું લેવાયું નથી. ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ના સર્જાય એ માટે તાત્કાલિક પગલાં લેવાય એજ લોકોની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર ગ્રામલોકો જોખમી સ્થિતિમાં સહાય કરે છે કે નહીં ?

Exit mobile version