સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર આવેલ પાનના ગલ્લાઓ પર દરોડા
એસઓજીની ટીમનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
ગોગો પેપર ઓપરેશનને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી
સુરત એસઓજીની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ સીટીલાઈટ અને ઉધના મગદલ્લા રોડ પર આવેલ પાનના ગલ્લાઓ પર દરોડા પાડ્યા હતાં. ગોગો પેપર ઓપરેશનને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સુરતમાં ગાંજા અને ચરસ સહિતના ડ્રગ્સના માદક દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરની ઓનલાઇન બ્લિન્કીટ કંપની મારફતે ડિલીવરી થતી હોવાની માહિતીને આધારે સુરત એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમ, એસઓજી પીઆઇ અતુલ સોનારા તેમજ એ.પી. ચૌધરી સહિતની ટીમે સવારે ઉધના મગદલ્લા રોડ પર આવેલી એક બ્લિન્કીટની ઓફીસે તેમજ સિટીલાઇટ રોડ ખાતે ત્રણ દુકાનો પર દરોડા પાડયા હતા. આ દરોડાને પગલે પાનના-ગલ્લાવાળાઓ તેમજ સિગારેટનું વેચાણ કરનારાઓને ત્યાં ફફડાટ ફેલાયો હતો.
