સુરતના પાલ વિસ્તારમાં ચાલતા દેહવેપાર પર દરોડા
હોટલના મેનેજર પ્રેમ યશવંતભાઈ વસાવા ને પકડી પાડ્યો
હોટલ માલીક વિનય જરીવાલા અને કલ્પેશ રાણા ભાગી છુટતા વોન્ટેડ
સુરતના પાલ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુની ટીમે હોટલમાં ચાલતા દેહવેપાર પર દરોડા પાડી મહિલાઓને મુક્ત કરાવી હતી.
સુરતના પાલ પોલીસ મથક વિસ્તારમાં હોટલમાં ચાલતું કુટણખાના પર ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુની ટીમે દરોડા પાડ્યા હતાં. હોટલ રોયલ પેરેડાઇઝમાં કુટણખાનું ચલાવી બહારથી દેહ વ્યાપાર માટે મહિલાઓને બોલાવવામાં આવતી હતી. પોલીસે હોટલના મેનેજર પ્રેમ યશવંતભાઈ વસાવાને પકડી પાડ્યો હતો, જ્યારે હોટલ માલીક વિનય જરીવાલા અને કલ્પેશ રાણા ભાગી છુટતા વોન્ટેડ જાહેર કયા હતાં. પોલીસે તપાસ કરતા આરોપીઓ મહિલાઓના ફોટા મોકલાવી ગ્રાહકોને શોધતા અને ત્યારબાદ નક્કી કરેલી જગ્યાએ મહિલાઓને મોકલતા હતાં. આ મહિલાઓને હોટલ સુધી પહોંચાડનાર રાજુ ઉર્ફે રોકીને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ત્રણ મહિલાઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી તો હોટલમાંથી એક બાળકિશોર પણ મળી આવ્યો હતો.
