Site icon hindtv.in

સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં દરોડા

સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં દરોડા
Spread the love

સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં દરોડા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા
3 લાખ 17 હજારથી વધુની કિંમતનો દારૂ ઝડપ્યો

સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં પાવર હાઉસ સમતા નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો.

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ ઉતરાણ પાવર હાઉસ સમતા નગરમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી મોંઘીદાટ દારૂની 995 જેટલી બોટલો કબ્જે કરી હતી. આશરે 3 લાખ 17 હજારથી વધુની કિંમતનો દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પર એક વાહન સહિત 3 લાખ 43 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી અને સ્થળ પરથી પ્રવિણ પુષરાજ નાનજીભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો અડ્ડો ચલાવનાર મુકેશ દામુ, વિનોદ દામુ, વિશાલ પરમાર સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Exit mobile version