Site icon hindtv.in

સુરતના નામી મોતીવાલા પરફ્યુમ પર દરોડા

સુરતના નામી મોતીવાલા પરફ્યુમ પર  દરોડા
Spread the love

સુરતના નામી મોતીવાલા પરફ્યુમ પર દરોડા
સેન્ટ્રલ જીએસટીની ટીમે દરોડા પાડી કરોડોની ટેક્ષ ચોરી ઝડપી
પર્ફ્યુમ પર 18 ટકા જીએસટી છતાં બિલ વિના જ માલનું વેચાણ

સુરતના નામી મોતીવાલા પરફ્યુમ પર સેન્ટ્રલ જીએસટીની ટીમે દરોડા પાડી કરોડોની ટેક્ષ ચોરી ઝડપી પાડી છે.

સુરતના નામી મોતીવાલા પર્ફ્યુમ પર સેન્ટ્રલ જીએસટીના એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. અને 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા વિના જ વેંચાણ કરી 3.40 કરોડની ટેક્ષ ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. તપાસ દરમિયાન હકીકત સામે આવી હીત કે માલ ખરીદનારાઓ પાસેથી પણ ટેક્સ વસુલાતની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે પર્ફ્યુમ વિક્રેતાઓ દ્વારા ટેક્સ ચોરી કરાતી હોવાની આશંકાના પગલે દરોડા પડાયા હતાં. પર્ફ્યુમ પર 18 ટકા જીએસટી ભરવાનો થતો હોવા છતાં બિલ વિના જ માલનું વેચાણ કર્યું હોય હાલ જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Exit mobile version