Site icon hindtv.in

સુરતની અઠવા પોલીસના યશોદા રેસીડેન્સી ખાતે દરોડા

સુરતની અઠવા પોલીસના યશોદા રેસીડેન્સી ખાતે દરોડા
Spread the love

સુરતની અઠવા પોલીસના યશોદા રેસીડેન્સી ખાતે દરોડા
કુટણખાના પર દરોડા પાડી લલનાઓને મુક્ત કરાવી
પાંચ ગ્રાહકો સહિત સંચાલક દંપતિની ધરપકડ કરી

સુરતની અઠવા પોલીસે બાતમીના આધારે ઝુંડાશેરીમાં યશોદા રેસીડેન્સી ખાતે ચાલતા કુટણખાના પર દરોડા પાડી લલનાઓને મુક્ત કરાવી પાંચ ગ્રાહકો સહિત સંચાલક દંપતિની ધરપકડ કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર, મદદનીશ પોલીસ કમિશનર મલ્હોત્રા દ્વારા બહારથી મહિલાઓને દેહવેપાર માટે બોલાવી કુટણખાનુ ચલાવનારાઓ સામે નજર રાખવા અને કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ પીઆઈ આઈએમ હુદડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પીએસઆઈ મહિડાની ટીમના અહેકો શક્તિસિંહ, ચેતનસિંહ સહિતનાઓએ સગરામપુરા ઝુંડાશેરીમાં આવેલ યશોદા રેસીડેન્સીમાં દરોડા પાડી ત્યાંથી દેહવેપાર ચલાવનાર દંપતિ અશોક બંસી તરાઈ તથા તેની પત્નિ અને પાંચ ગ્રાહકો કનૈયા ગાંધી પ્રધાન, રમઝાન શેખ, પપુના કાલુ પઢીયાર, સુબો વાસુદેવ સોરેન અને સુફીઉદ્દીન સમાદ મલિકને ઝડપી પાડી લલનાઓને મુક્ત કરાવી હતી. હાલ ઝડપાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Exit mobile version