નવસારીમાં ડ્રેનેજના કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા
મીઠીલા નગરી વિસ્તારમાં ગંભીર બેદરકારી આવી સામે
અંદાજે 8 થી 10 ફૂટ ઊંડો ભુવો પડતા અકસ્માતનો ખતરો વધ્યો
નવસારી મહાનગરપાલિકાના મીઠીલા નગરી વિસ્તારમાં ગંભીર બેદરકારી આવી સામે
નવસારીમાં મીઠીલા નગરી વિસ્તારમાં GUDC હેઠળ કરાયેલા ડ્રેનેજના કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે, થોડાક વરસાદમાં જ મુખ્ય માર્ગ પર રોડ બેસી જવાની ઘટનાને પગલે ગંભીર બેદરકારી સામે આવી છે. રોડ પર ભુવો પડવાની શરૂઆત થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી છે ત્યારે મેયરે શું કહ્યું સાંભળો
રહેણાંક વિસ્તારના મુખ્ય રસ્તા પર અંદાજે 8 થી 10 ફૂટ ઊંડો ભુવો પડતા અકસ્માતનો ખતરો વધ્યો છે ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની કરી માંગ

