Site icon hindtv.in

સુરતના ડિંડોલીમાં કરોડોના ખર્ચે બનેલ રોડની ગુણવત્તા સામે સવાલો

સુરતના ડિંડોલીમાં કરોડોના ખર્ચે બનેલ રોડની ગુણવત્તા સામે સવાલો
Spread the love

સુરતના ડિંડોલીમાં કરોડોના ખર્ચે બનેલ રોડની ગુણવત્તા સામે સવાલો
માત્ર બે મહિના પહેલા તૈયાર થયેલો 180 ફૂટનો રોડ
પ્રથમ જ વરસાદમાં ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો

સુરતના ડિંડોલીમાં કરોડોના ખર્ચે બનાવાયેલા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હોય તેમ માત્ર બે મહિના પહેલા તૈયાર થયેલો 180 ફૂટનો રોડ પ્રથમ જ વરસાદમાં ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરતમાં પડેલા ભારે વરસાદે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે. ત્યારે સુરતના ડિંડોલી મધુરમ સર્કલથી દીપ દર્શન સ્કૂલ તરફ જતો અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે બે મહિના પહેલા જ બનેલો 180 ફૂટનો રોડ ધ્વસ્ત થયો હતો. ભારે વરસાદ બાદ રોડ પરનો ડામર અનેક સ્થળોએ ઉખડી ગયો છે. રસ્તા પર ડામરના મોટા મોટા પોપડા વેરવિખેર જોવા મળી રહ્યા છે, જેના કારણે રોડની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં રોડ પ્રથમ જ વરસાદમાં તૂટી જવો એ બાંધકામની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

Exit mobile version