Site icon hindtv.in

સુરતના સચીન જીઆઈડીસીમાં પોલીસની કામગીરી સામે સવાલો

સુરતના સચીન જીઆઈડીસીમાં પોલીસની કામગીરી સામે સવાલો
Spread the love

સુરતના સચીન જીઆઈડીસીમાં પોલીસની કામગીરી સામે સવાલો
નાના બાળકો ગુમ થવાની ઘટનાઓમાં હજુ પણ સફળતા નહી
ટેકનિકલ ખામીના કારણે જબલપુર બાદની માહિતી મળતી નથી

સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી નાના બાળકો ગુમ થવાની ઘટનાઓમાં હજુ પણ પોલીસને સફળતા ન મળતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

સુરતના સચિન જીઆઇડીસીમાંથી 10 વર્ષની બાળકી 10 દિવસ અગાઉ રહસ્યમય રીતે ગુમ થઈ હતી. જેનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. રાજ્યમાં બાળ દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે સચિન જીઆઇડીસીમાંથી બાળકી ગુમ થઈ હોય જેને 10 દિવસ બાદ શોધવામાં પોલીસ નિષ્ફળ રહી છે. પરિવારને ભય કે બાળકી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. બાળકી ટ્રેન મારફતે જબલપુર સુધી પહોંચી હોવાની માહિતી સામે આવી છે. તો પોલીસે 1000 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હોવાનો દાવો કરાયો છે. તો થોડા સમય માટે 45 વર્ષના અજાણ્યા વ્યક્તિ સાથે બાળકી દેખાઈ હતી. પછી બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી હતી. ટેકનિકલ ખામીના કારણે જબલપુર બાદની માહિતી મળતી નથી. પોલીસ હ્યુમન સર્વેલન્સ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ રાખી છે. તો બાળકી મજૂર પરિવારની દીકરી હોય અને 7 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે ગુમ થઈ હતી. ઘરની નજીક રમતા રમતા બાળકી અચાનક ગાયબ થતા સચીન જીઆઈડીસી પોલીસને જાણ કરાઈ હતી. વધુમાં અગાઉ પણ ત્રણ બાળકો સચીન જીઆઈડીસીમાંથી ગુમ થયા હતા જે હજુ પણ લાપતા છે. જેને લઈ સચીન જીઆઈડીસી પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

Exit mobile version