સુરતમાં 50 હજારની ડુપ્લીકેટ નોટ આપી બકરાની ખરીદી
ત્રણ ઝારખંડના અને એક યુપીના આરોપીને ઝડપ્યો
સચીન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
સુરતમાં 50 હજારની ડુપ્લીકેટ નોટ આપી બકરાની ખરીદી કરી ભાગી છુટેલા લિંબાયત ખાતે રહેતા ત્રણ ઝારખંડના અને એક યુપીના આરોપીને સચીન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.
સુરતની સચીન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 17 મેના રોજ સચીન પલસાણા ખાતે રાજસ્થાનના ભવરલાલ ભાગરીયા પાસેથી 50 હજારના બે બકરા ખરીદી ચાર ઈસમો જતા રહ્યા હતા જો કે બીજા દિવસે ભવરલાલ ભાગરીયાને પોતાને મળેલી 50 હજારની 500ની નોટોમાંથી 97 નોટો નકલી હોવાની જાણ થતા સચીન પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સચીન પોલીસે પીઆઈ પીએન વાઘેલા અને પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી અહેકો જશવંતભાઈ તથા અપોકો દશરથભાઈને મળેલી બાતમીના લિંબાયત વિસ્તારમાં રહેતા ચાર આરોપીઓ જેમાં ત્રણ ઝારખંડના ઉલ્ફત શે, નાઝીર અંસારી અને જમાલ શેખ તથા એક યુપીના રઈસ સીદ્દીકીને ઝડપી પાડી તેઓના ઘરની તપાસ કરતા ત્યાંથી પણ નકલી નોટો મળી આવતા પોલીસે કુલ 1.61 લાખની નકલી નોટો કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

