ભવનગરમાં એન્ટી-રેગિંગ કમિટીની સજા
સજા વીસી દ્વારા ઘટાડાતા એબીવીપી અને એનએસયુઆઈ મેદાને,
તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવાની માંગ
ભાવનગરમાં યુનિવર્સિટી પરિસરમાં એન્ટી-રેગિંગ કમિટી દ્વારા બે વર્ષની સજા આપવામાં આવી હતી, જે વીસી ભરત રામાનુજ દ્વારા ઘટાડીને સવા વર્ષ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા એનએસયુઆઈ બંને સંગઠનો સંયુક્ત ઉગ્ર આંદોલન કર્યું હતું,
એન્ટી-રેગિંગ કમિટીએ રેગિંગના કેસમાં દોષિત વિદ્યાર્થીઓને બે વર્ષની સજા ફટકારી હતી. જોકે, વીસી ભરત રામાનુજે આ સજામાં ઘટાડો કરી તેને સવા વર્ષ કરી દીધી છે. વિદ્યાર્થી સંગઠન ABVPનો આક્ષેપ છે કે આ નિર્ણય લેતી વખતે એન્ટી-રેગિંગ કમિટીને વિશ્વાસમાં લેવામાં આવી નથી અને વીસીએ એકતરફી રીતે આ નિર્ણય લીધો છે, આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ વીસીએ ફરિયાદી વિદ્યાર્થીઓને માત્ર એક જ વાર સાંભળ્યા હતા, જ્યારે આરોપી વિદ્યાર્થીઓને પાંચ વાર સાંભળવામાં આવ્યા હતા. આ બાબત વીસીની નિષ્પક્ષતા પર સવાલ ઉભા કરે છે, જ્યારે વિદ્યાર્થીઓએ વીસી પાસે આ નિર્ણય અંગે સ્પષ્ટતા માંગી, ત્યારે વીસીએ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કથિત રીતે એવું કહ્યું હતું કે, “યુનિવર્સિટીમાં હું જે કહું એ જ થાય, મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી.

