ભાવનગર જિલ્લાના પાલીતાણામાં દુષ્કર્મ તથા પોકસોના કેસમાં સજા
આરોપીઓને ૨૦ વર્ષથી સખત કેદ તથા રોકડ દંડની સજા
ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દુષ્કર્મ તથા પોકસોના કેસમાં આરોપીઓને ૨૦ વર્ષથી સખત કેદ તથા રોકડ દંડની સજા ફટકારતી સ્પેશ્યલ પોકસો કોર્ટ
ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ ફરિયાદીની સગીર વયની દીકરી સાથે જાતિય સતામણી કરી, તેણીની સાથે દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ હોય. જે બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ દરમિયાન સજ્જડ અને સચોટ પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. આ કેસ ભાવનગરના ત્રીજા એડી. સેસન્સ જજ તથા સ્પે. પોકસો કોર્ટ જજ હેતલબેન દવે ની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે સરકારી વકીલ ગીતાબા પી.જાડેજાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓની જુબાની ધ્યાને લઇ નીચે મુજબના બંને આરોપીઓને ૨૦ વર્ષથી સખત કેદ તથા રોકડ દંડની સજા ફટકારેલ. આરોપીઓ વિનોદકુમાર ઉર્ફે વિનુભાઇ નટુલાલ ચૌહાણ, રાઘવભાઇ રામજીભાઇ ધામેલીયાને ૨૦ વર્ષથી સખત કેદ તથા રોકડ દંડની સજા ફટકારેલ છે

