Site icon hindtv.in

સુરતની પુણા પોલીસ બાળ કિશોર સહિત વાહનો કબ્જે કર્યા

સુરતની પુણા પોલીસ બાળ કિશોર સહિત વાહનો કબ્જે કર્યા
Spread the love

સુરતની પુણા પોલીસ બાળ કિશોર સહિત વાહનો કબ્જે કર્યા
બે વાહન ચોરોને ઝડપી 9.70 લાખથી વધુની કિંમતના વાહનો કબ્જે કર્યા
બાળ કિશોર તથા રાહુલ મોદીની અટકાયત કરી

સુરતની પુણા પોલીસ બાળ કિશોર સહિત બે વાહન ચોરોને ઝડપી પાડી 9.70 લાખથી વધુની કિંમતના 28 જેટલા વાહનો કબ્જે કર્યા હતાં.

સુરત શહેરમાં વાહન ચોરીના વધતા બનાવોને રોકવા સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર  આલોકકુમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ સીબી ચૌધરીની ટીમ પીએસઆઈ પીએલ કળથીયાની ટીમે વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ તે દરમિયાન અહેકો વિજયસિંહએ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસે શંકાસ્પદ એક્ટિવા પર સવાર બે ઈસમોને રોકી પોકેટ કોપ એપ દ્વારા તપાસ કરતાં વાહન ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જેથી પુણા પોલીસે એક બાળ કિશોર તથા રાહુલ મોદીની અટકાયત કરી કડક પુછપરછ કરતા રીઢાઓએ સુરત  શહેર અને ગ્રામ્ય તથા અન્ય જિલ્લાઓમાંથી 28 જેટલા વાહનો ચોર્યા હોવાની કબુલાત કરતા પોલીસે 9.70 લાખથી વધુની કિંમતના 28 જેટલા ચોરાયેલા વાહનો કબ્જે લઈ બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version