સુરતની પુણા પોલીસે બે રીઢાઓને ઝડપી પાડ્યા
શહેર અને ગ્રામ્યમાંથી વાહનોની ચોરીના રીઢા
સુરતની પુણા પોલીસે શહેર અને ગ્રામ્યમાંથી વાહનોની ચોરી કરનાર બે રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝઓન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ વીસી મસાણીના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરિસિંગ તથા અપોકો ભાવેશને મળેલી બાતમીના આધારે સુરત શહેર અને ગ્રામ્યમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા ચોરો સલામુદ્દિન શેખ અને ઝુબેર શેખને ઝડપી પાડી પાંચ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી રીઢાઓ પાસેથી ચોરીના પાંચ વાહનો કબ્જે કર્યા હતાં.

