સુરતની પુણા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કાર્યવાહી
જયેશ ઉર્ફે જગો શંકર કનોજીયા તથા અજય મનહર રાઠોડને ઝડપ્યા
સુરતની પુણા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાથી પુણા પીઆઈ વી.એમ. દેસાઈની ટીમ પીએસઆઈ કળથીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. દિનેશને મળેલી બાતમીના આધારે પુણા મગોબ પાસેથી જયેશ ઉર્ફે જગો શંકર કનોજીયા તથા અજય મનહર રાઠોડને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ અને રોકડ સહિત 18 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
