Site icon hindtv.in

અરેઠના તડકેશ્વર ગામે કોંગ્રેસની જન આક્રોશ રેલી

અરેઠના તડકેશ્વર ગામે કોંગ્રેસની જન આક્રોશ રેલી
Spread the love

અરેઠના તડકેશ્વર ગામે કોંગ્રેસની જન આક્રોશ રેલી
તડકેશ્વર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ
ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા.

અરેકના તડકેશ્વર ગામે દૂધેરી વિસ્તાર ખાતે ધરાશાયી થયેલી ટાંકી પાસે કોંગ્રેસે રામધૂન બોલાવી ભાજપના વિકાસ અંગે આંકરા પહારો કર્યા હતા :આ ભાજપ પાર્ટી નથી આ એક કંપની છે : કરશનદાસ બાપુ: ભાજપના નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ ચલાવે છે: અમિત ચાવડા

વાત કરીએ કોંગ્રેસની જન આક્રોશ રેલી વલસાડથી નર્મદા સુધી નીકળી છે ત્યારે આ રેલી નવા બનેલા તાલુકા અરેઠના તડકેશ્વર ખાતે આવી હતી જ્યાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા કરશનદાસ બાપુ એ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ પીવાના પાણીની ટાંકી ધરાશયી થઇ હતી તેની મુલાકાત લઇ ભાજપના વિકાસની પોલ ખુલ્લી પાડી હતી અને ગુજરાતમાં થયેલા વિકાસના કામોમાં કોંગ્રેસ સવાલ ઉઠાવ્યા હતા. જયારે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કરશન બાપુ એ રામધૂન બોલાવી ભાજપ શાસકો ને ભગવાન સદ બુદ્ધિ આપે એવી પભુ ને પ્રાર્થના કરી હતી. આ દ્રશ્ય છે અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે 21 કરોડના ખર્ચે પીવાના પાણીની ટાંકી પહેલા જ ટેસ્ટિંગ માં ધરાશાયી થઇ ગઈ હતી. જેમાં અધિકારી, કોન્ટ્રાકટર, એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી પરંતુ કોંગ્રેસે ભાજપના વિકાસ સામે ભ્રસ્ટાચાર ના આક્ષેપ સાથે આજે જ્યાં ટાંકી તૂટી હતી ત્યાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસ આગેવાનો પોહ્ચ્યા હતા. શું કહ્યું અમિત ચાવડા એ અને કરશનદાસ બાપુ એ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા

કોંગ્રેસની જન આક્રોશ રેલી તડકેશવર ખાતે આવી હતી પરંતુ આજ તડકેશ્વર ખાતે 21 કરોડના ખર્ચે બનેલ ગાયપગલા પાણી પુરવઠા યોજના ની 11 લાખ લીટર ની ટાંકી પહેલા ટેસ્ટિંગ માં તૂટી પડી હતી જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા.જોકે આજે કોંગ્રેસના આગેવાનો એ ટાંકી નજીક ભાજપના વિકાસ ભ્રસ્ટાચાર ની પાર્ટી કહી હતી.જયારે કરશનદાસ બાપુ એ તો ભાજપને પાર્ટી નહીં પણ કંપની કહી હતી જેમાં બધા કર્મચારીઓ મનમૂકી ભ્રસ્ટાચાર કરે છે. આ કાર્યક્રમ માં ખેડભ્રહ્મા ના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી એ પણ સવાલ ઉભા કર્યા હતા….

Exit mobile version