Site icon hindtv.in

ભાવનગરમાંહજરત ઈમામ હુસેનની યાદમાં જાહેર શોકસભા-માતમી જુલૂસ

ભાવનગરમાંહજરત ઈમામ હુસેનની યાદમાં જાહેર શોકસભા-માતમી જુલૂસ
Spread the love

ભાવનગરમાંહજરત ઈમામ હુસેનની યાદમાં જાહેર શોકસભા-માતમી જુલૂસ
કરબલાના શહીદોની કુરબાની વર્ણવતા જનમેદની હિબકે ચડી
રોઝાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન તાઝીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભાવનગર શહેરના ઐતિહાસિક આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઇસનાં અશરી જમાત દ્વારા હજરત ઈમામ હુસેન અ.સ.ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એક જાહેર શોકસભા તથા માતમી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.

પવિત્ર કુરઆને પાકની તિલાવત (પઠન) સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉત્તર પ્રદેશના વારાણસીથી ખાસ પધારેલા મૌલાના યુસુફ ઉપસ્થિત રહ્યા હતા. મૌલાના યુસુફે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં હજરત ઈમામ હુસેનના પવિત્ર જીવન ચરિત્ર વિશે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇમામ હુસેન અ.સ.એ ક્રૂર શાસક યઝીદના અત્યાચારો અને ઝુલ્મની સામે ક્યારેય ઝૂક્યા વિના, સમગ્ર જગતમાં માનવતાના ઉચ્ચ સિદ્ધાંતોને બચાવવા માટે કરબલાના મેદાનમાં પોતાની મહાન કુરબાની આપી હતી, જે આજે પણ વિશ્વભરના લોકો માટે પ્રેરણારૂપ છે. ધાર્મિક સભાને સંબોધતા મૌલાના યુસુફે કરબલાના મેદાનમાં ખેલાયેલા લોહિયાળ જંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મહોરમ માસની 10મી તારીખે (આશુરાના દિવસે) કરબલાના શહીદોના માનમાં તાઝીયાઓ બનાવીને ઈમામનો ગમ મનાવવાની ઇસ્લામિક પરંપરા છે. કરબલાના મેદાનમાં યઝીદી સેના દ્વારા જે નિર્દોષ લોકોને શહીદ કરવામાં આવ્યા હતા, તેમાં સૌથી નાની ઉંમરના માત્ર 6 માસના માસૂમ બાળક હજરત અલી અસગર અ.સ.ની શહાદતનો કરૂણ ઇતિહાસ તેમણે વર્ણવ્યો હતો.

Exit mobile version