સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણી પર પ્રતિબંધ
જહાંગીરપુરામાં જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી
યુવાને આતાશબાજી કરી કેક કાપી હોવાનો વિડીયો વાયરલ
સુરતમાં જાહેરમાં જન્મદિનની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતા જહાંગીરપુરામાં જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી યુવાને આતાશબાજી કરી કેક કાપી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યુવાન દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકે જાહેર રોડ પર કેક કાપી ફટાકડા ફોડી આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જહાંગીરપુરાના દહીમાં નગર સામે દાંડી રોડ પર આ બર્થ ડે સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે તો આ વિડીયો નીરવ પટેલ નામના યુવકનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જહાંગીરપુરા પોલીસ આ વાયરલ વિડીયો મામલે શુ કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું…

