Site icon hindtv.in

સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત.

સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત.
Spread the love

સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત.
પાલનપુર પાટિયા સ્થિત વૃંદાવન સોસાયટીમાં વિરોધ.
સ્માર્ટ મીટર લગાડવા આવેલ ડીજીવીસીએલના અધિકારીનો ઘેરાવ.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડીજીવીસીએલના સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાલનપુર પાટિયાની વૃંદાવન સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કંપનીના કર્મચારીઓ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર નો વિરોધ યથાવત હોય તેમ પાલનપુર પાટિયા સ્થિત વૃંદાવન સોસાયટીમાં સ્માર્ટ મીટર નો વિરોધ કરાયો હતો. સ્માર્ટ મીટર લગાડવા આવેલ ડીજીવીસીએલના અધિકારીઓ એ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. તો સોસાયટીની જાણ બહાર જ સ્માર્ટ વીજ મીટર લગાડવા આવતા લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. અને લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. જેને લઈ અધિકારીઓ મીટર લગાડ્યા વિના જ પરત ચાલ્યા ગયા હતાં. સુરતમાં લોકો સ્માર્ટ વીજ મીટરનો સખ્ત વિરોધ કરી રહ્યા છે.

Exit mobile version