Site icon hindtv.in

પહેલગામમાં આતંકી હુમલાને લઇ સુરતમાં વિરોધ

પહેલગામમાં આતંકી હુમલાને લઇ સુરતમાં વિરોધ
Spread the love

પહેલગામમાં આતંકી હુમલાને લઇ સુરતમાં વિરોધ
કોંગ્રેસ દ્વારા આતંકવાદી ના પૂતળાને બ્રિજ પરથી ફાંસી આપવામાં
વિરોધ પ્રદર્શનમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સુરતના પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આતંકવાદી ના પૂતળાને બ્રિજ પરથી ફાંસી આપવામાં આવી હતી પહેલગામમાં નિર્દોષોની હત્યા ના મામલે આ વિરોધ કરવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષોના મોતને પગલે ઠેર ઠેર આતંકીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા પુણાગામ વિસ્તારમાં આતંકવાદીના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ નિર્ણય લે અમે તેમની સાથે છીએ આતંકવાદ ને ખતમ કરવામાં અમે સરકારના સમર્થનમાં છીએ જાહેર ચોકમાં આતંકવાદીને પાંચથી આપવામાં આવે અને તેવી માંગ કરીએ છીએ આ આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ સાથે આતંકવાદના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી અને ઉગ્ર સૂત્રો ચાર સાથે પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Exit mobile version