Site icon hindtv.in

દેશના મુખ્ય ન્યાયાધીશના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ

દેશના મુખ્ય ન્યાયાધીશના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ
Spread the love

દેશના મુખ્ય ન્યાયાધીશના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ
બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે સરખાવતું નિવેદન
બેરોજગારી જેવા ગંભીર મુદ્દે પ્રશ્ન ઉઠાવનારાઓને અપમાનિત કરાઈ રહ્યા છે.

દેશના મુખ્ય ન્યાયાધીશના એક નિવેદનને લઈને દેશભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે સરખાવતું નિવેદન સામે આવતાં યુવાનોમાં ભારે રોષ ફેલાયો હોય તેમ સુરતમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાયો હતો. સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી નામે કેમ્પેઈન ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લાખો લોકો જોડાઈ રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. સુરતના યુવાનોનું કહેવું છે કે બેરોજગારી જેવા ગંભીર મુદ્દે પ્રશ્ન ઉઠાવનારાઓને અપમાનિત કરાઈ રહ્યા છે.

સીજેઆઈના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોકરોચ જનતા પાર્ટી નામથી અનેક પોસ્ટ, મીમ્સ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યુવાનો આ નિવેદનને અપમાનજનક ગણાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં પણ યુવાનોમાં આ મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. કેટલાક યુવાનો કોકરોચનો માસ્ક પહેરી પ્રતિકાત્મક વિરોધ કરતા નજરે પડ્યા. તેમનું કહેવું છે કે દેશમાં વધતી બેરોજગારી સામે પ્રશ્ન પૂછતા યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

વિરોધ કરી રહેલા યુવાનોનું કહેવું છે કે સરકાર પૂરતી રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે અને બેરોજગાર યુવાનોના પ્રશ્નોના જવાબ આપવાના બદલે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડ થતાં રાજકીય ચર્ચાઓ પણ ગરમાઈ છે. હવે આ સમગ્ર મામલે આગળ શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Exit mobile version