Site icon hindtv.in

સુરતમાં રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વિરોધ

સુરતમાં રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વિરોધ
Spread the love

સુરતમાં રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વિરોધ
સિવિલ હોસ્પિટલમાં અવારનવાર રેગિંગની ઘટનાઓ
એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી તંત્રની કામગીરી સામે સવાલ

સુરતમાં રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વિરોધનો વંટોળ ઊઠ્યો હોય તેમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરના આપઘાત મામલે એબીવીપી મેદાનમાં ઉતર્યું છે. એબીવીપીના કાર્યકરોએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી શરમ કરો, શરમ કરોના નારા લગાવ્યા હતાં. એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર રેગિંગની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા સમયસર પગલાં કેમ લેવામાં આવતા નથી ?  ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હર્ષ પંડ્યાના આપઘાત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રેગિંગ પર રોક લગાવવાની માંગ સાથે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે.

Exit mobile version