Site icon hindtv.in

સુરત વરાછામાં ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ વિરોધ

સુરત વરાછામાં ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ વિરોધ
Spread the love

સુરત વરાછામાં ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ વિરોધ
વિરોધ પ્રદર્શનમાં આપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર
પરીક્ષા બાદ આદિવાસી ઉમેદવારોને નોકરી નહિ આપતા વિરોધ

સુરત વરાછામાં ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ આદિવાસીઓએ વિરોધ કર્યો હતો. તો આ વિરોધ પ્રદર્શનમાં આપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતાં.

સુરતની ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ ફરી આદિવાસીનો વિરોધ કરાયો હતો. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈત્રર વસાવા દ્વારા વિરોધ કરાયો હતો. અને જણાવાયુ હતું કે ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી આપી ન હતી. અગાઉ છ મહિના પહેલા ડીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ કર્યો હતો. પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી. પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર વિરોધ કરાયો હતો. આ સમયે પરીક્ષા આપનાર ઉમેદવારોની સાથે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં

Exit mobile version