પાટણના મદ્રેસાઓમાંથી પકડાયેલા આતંકી મુદ્દે વિરોધ.
બજરંગ દળનો સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પર દેખાવો.
આતંકવાદીઓ વિરુદ્ધ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની મદ્રેસામાંથી પ્રતિબંધિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા એક મૌલવી સહિત 3 આતંકવાદીઓની ગુજરાત એટીએસઅને સ્થાનિક એસઓજી દ્વારા કરાયેલી ધરપકડના સમર્થનમાં શુક્રવારે સ્થાનિક હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સિદ્ધપુરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની મદ્રેસામાંથી પ્રતિબંધિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા એક મૌલવી સહિત 3 આતંકવાદીઓ મુદ્દે કાકોશી ચાર રસ્તા ખાતે આતંકીઓના પૂતળાનું દહન કર્યા બાદ યોજાયેલી વિશાળ રેલીએ મામલતદારને આવેદનપત્ર સુપરત કરી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતી મદ્રેસાઓ બંધ કરવા અને સ્લીપર સેલના સ્થાનિક મદદગારો સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની ઉગ્ર માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પાટણ જિલ્લા એકમે આવેદનપત્રમાં મુખ્ય મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે, દેશની એકતા અને અખંડિતતા સાથે કોઈ સમજૂતી ન થઈ શકે. પકડાયેલા આતંકવાદીઓ સિદ્ધપુર અને આસપાસના વિસ્તારમાં કોના કોના સંપર્કમાં હતા, તેમને સ્થાનિક સ્તરે આશરો કોણે આપ્યો હતો અને આર્થિક તેમજ લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા પાછળ કયા સ્લીપર સેલ સક્રિય છે તેની ઊંડી તપાસ થવી જોઈએ.
મળતી વિગતો અનુસાર, સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખડિયાસણ ગામની મદ્રેસામાં એક હાઈ-પ્રોફાઈલ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એક સ્થાનિક મૌલવી અને અન્ય 2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીઓએ ઘટનાસ્થળેથી દેશની સુરક્ષાને જોખમાવતું અત્યંત વાંધાજનક જેહાદી સાહિત્ય અને ડિજિટલ પુરાવા પણ જપ્ત કર્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

