Site icon hindtv.in

દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલનના સમર્થનમાં સુરતમાં વિરોધ

દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલનના સમર્થનમાં સુરતમાં વિરોધ
Spread the love

દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલનના સમર્થનમાં સુરતમાં વિરોધ
કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન યોજાયું
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આજે સુરતમાં કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સોનમ વાંગચુકને સમર્થન આપતા પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં.

દિલ્હીમાં ચાલી રહેલા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથેના આંદોલનના પડઘા સુરતમાં જોવા મળ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતમાં કલેકટરાલયે પહોંચેલા નાના બાળકોથી લઈ વડીલો સુધીના આંદોલનકારીઓએ હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. અને પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રી રાજીનામું આપોના નારા લગાવી પોતાની માંગ ઉઠાવી હતી.

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરતાં લોકોએ શિક્ષણ વ્યવસ્થાને લઈને અસંતોષ વ્યક્ત કર્યો અને સરકારને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.

Exit mobile version