Site icon hindtv.in

દેશમાં વધી રહેલી મોંઘવારીનો સુરતમાં વિરોધ

દેશમાં વધી રહેલી મોંઘવારીનો સુરતમાં વિરોધ
Spread the love

દેશમાં વધી રહેલી મોંઘવારીનો સુરતમાં વિરોધ
મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ
સરકારની વહીવટી નિષ્ફળતા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો

દેશમાં વધી રહેલી મોંઘવારીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરાયો હતો. કોંગ્રેસીઓએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકારની વહીવટી નિષ્ફળતા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર અને ગુજરાત સરકારની વહીવટી નિષ્ફળતાના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સતત વધી રહેલી મોંઘવારીથી મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ પર ભારે આર્થિક બોજો પડ્યો હોવાનું જણાવાયું છે. દૂધ, શાકભાજી, ગેસ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન અને મોંઘવારી વિરોધમાં હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતાં.

Exit mobile version