મહેસાણામાં તોરણવાડી વિસ્તારના વેપારીઓનો વિરોધ
તોરણવાડી વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવા સામે વિરોધ
કલેકટરને આવેદનપત્ર આપી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો
મહેસાણા શહેરના તોરણવાળી માતા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ‘હેરિટેજ લુક’ આપવાના નામે બેરીકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. શહેરનું આ મુખ્ય બજાર આજે બપોર સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.જેમાં વેપારીઓએ દુકાનો અને શોરૂમ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા મહાનગરપાલિકાના વિકાસ કાર્યને કારણે ધંધો-રોજગાર, પાર્કિંગ સહિતની સમસ્યાઓ સર્જાઈ હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. વેપારીઓનું કહેવું છે કે આ વિકાસ માત્ર તેમના ભોગે થઈ રહ્યો છે અને તેનાથી તેમનો વેપાર ઠપ થઈ જશે.રોષે ભરાયેલા વેપારીઓએ આજે સવારે મૌન રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વેપારીઓએ માગણી કરી છે કે, મહાનગરપાલિકાએ રસ્તો બંધ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, જેથી તેમના ધંધા-રોજગારને નુકસાન ન થાય. બપોર સુધી ધંધા બંધ રાખી વેપારીઓએ મનપાની નીતિ સામેં વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓનો વિરોધ મહેસાણા તોરણવાળી માતા ચોકના અંદરનો વ્હીકલ ઝોન મહેસાણા મહાનગરપાલિકાએ જે જાહેર કરી અને જે હેરિટેજ લુક આપી અને ત્યાં આવતા ગ્રાહક તથા વેપારીઓને કાર, ટુ વ્હીલરની એક્સેસ બંધ કરી દેતા વેપારીઓના ધંધા-પાણી બંધ થઈ ના જાય એટલા માટે અમે ફક્ત કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરવાના છીએ કે ત્યાં રસ્તા ચાલુ રહે, પાર્કિંગની વ્યવસ્થા ચાલુ રહે અને જે સાથે સાત રસ્તા ચોકને મળે છે ને ત્યાંથી જે એક્સેસ થાય છે એ ચાલુ રહે એવી વિનંતી માટે અમે સાહેબને મળવા આવ્યા છીએ. અમારી માગ આગળ પૂર્ણ નહીં થાય તો અમે શહેરી વિકાસમાં જઈશું, શહેરી વિકાસમાંથી અમને આનો રસ્તો નહીં મળે તો અમે હાઇકોર્ટ જઈશું.આજે બપોરે અહીંથી જઈને પાછા જઈને દુકાનો ખોલી દઈશું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

