Site icon hindtv.in

પાટીદાર સમાજ દ્વારા અમરેલીના ફુલઝર ગામની ઘટનાને લઈ વિરોધ

પાટીદાર સમાજ દ્વારા અમરેલીના ફુલઝર ગામની ઘટનાને લઈ વિરોધ
Spread the love

પાટીદાર સમાજ દ્વારા અમરેલીના ફુલઝર ગામની ઘટનાને લઈ વિરોધ
ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા
પાટીદાર સમાજની મીટીંગ યોજાઈ

સુરતમાં પાટીદાર સમાજ દ્વારા મીટીંગ યોજાઈ હતી અને અમરેલીના ફુલઝર ગામની ઘટનાને લઈ ઉગ્ર વિરોધ કરાયો હતો.

અમરેલી જીલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા હોય તેમ સુરતમાં પાટીદાર સમાજની મીટીંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર આગેવાન વિજય માંગુકિયા,અભિન કળથીયા, અલ્પેશ કથીરીયા સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. હથિયારો સાથે કાઢી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરાયો હોવાના આક્ષેપ કરાયા હતાં. વાત એમ છે કે ગામના ચોકમાં પાટીદારો ઊભા હતા તેમાં ગાડી ચડાવી દેવાય હતી અને 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક બહાર ગામથી આવેલ નિર્દોષ કાઠી દરબારનું મોત નિપજયું હતું.

કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવી કાઢી દરબારના આગેવાનોએ પાટીદારો પર હુમલો કર્યો હોવાનો આરોપ સાથે આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ કરાયા હતાં. પોલીસે પાટીદાર સમાજના 29 જેટલા લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધી છે. જેથી પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો હતો. અને ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે તેમ કહ્યુ હતું. સાથે ખોટી રીતે ફરિયાદ કરાય હોવાના પાટીદાર સમાજના આક્ષેપો વચ્ચે એમ પણ જણાવાયુ હતું કે સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન અને બીજો એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું છે. ત્યારે સીસીટીવી ના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે ફરિયાદ નોંધાઈ હોવાના પણ આક્ષેપ કરાયા હતાં.

Exit mobile version