Site icon hindtv.in

સુરતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

સુરતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
Spread the love

સુરતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન
પેપર લીક અને વિવિધ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિના મુદ્દે વિરોધ પ્રદર્શન

સુરતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેપર લીક અને વિવિધ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિના મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર ખિલવાડ કરી રહી હોવાનો આક્ષેપ કરતાં કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે અને સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.

સુરતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તો પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પેપર લીક અને પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી ગેરરીતિઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. સરકાર યુવાનોના ભવિષ્ય પ્રત્યે ગંભીર નથી અને જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે રસ્તા પર ઉતરેલા એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિત માટે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

Exit mobile version