Site icon hindtv.in

સુરતમાં ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વિરોધ

સુરતમાં ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વિરોધ
Spread the love

સુરતમાં ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વિરોધ
વેસુ ખાતે આવેલ મુખ્ય કચેરીએ ભેગા થઈ વિરોધ કરાયો
24 કલાકમાં બે અકસ્માતોની ઘટનાને લઈ વિરોધ

ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સુરતમાં વેસુ ખાતે આવેલ મુખ્ય કચેરીએ ભેગા થઈ વિરોધ કરાયો હતો. વિવિધ માંગણીઓને લઈ વિરોધ કરાયુ હતું.

સુરતના વેસુ ખાતે આવેલ ડીજીવીસીએલની કચેરીએ રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ ભેગા મળી વિવિધ મંગાણીઓને લઇ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અને જણાવ્યુ હતું કે અમરોલી તથા પાલનપોર વિસ્તારમાં ચાલુ કામે અકસ્માતમાં કર્મચારીઓ ઈજાગ્રસ્ત થાય છે જો કે ડીજીવીસીએલ કોઈ જવાબદારી લેતી નથી. ઓછો સ્ટાફ અને નિયમ વિરૂદ્ધનું કામ કરાવવાને લઈને કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. તો લાઈન પર કામ કરતા કર્મચારીઓના અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈપણ કાર્યવાહી નથી કરતું તો હાલમાં 24 કલાકમાં બે અકસ્માતોની ઘટનાને લઈને કર્મચારીઓએ વિરોધ કરી માંગણીઓ રજુ કરી હતી.

 

Exit mobile version