Site icon hindtv.in

સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં વિરોધ

સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં વિરોધ
Spread the love

સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં વિરોધ
હાઉસ કીપિંગ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન
નોટિસ વિના છુટા કરતા કલેકટરને આવેદન પત્ર આપ્યું

સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં હાઉસ કીપિંગ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરી સુરત કલેકટરને આવેદન પત્ર આપી નોટિસ વિના નોકરીમાંથી છૂટા કરી દેવાયા હોવાના આક્ષેપ કર્યો હતો.

સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં છેલ્લા 8 થી 9 વર્ષથી હાઉસ કીપિંગનું કામ કરતા આશરે 20 જેટલા કર્મચારીઓને અચાનક ફરજ મુક્ત કરી દેવાતા વિવાદ સર્જાયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે નવા આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ લેખિત નોટિસ કે પૂર્વ જાણ કર્યા વગર જ તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમને દર મહિને 17 હજાર રૂપિયાનો પગાર મળવો જોઈએ, પરંતુ માત્ર 10 હજાર રૂપિયા જ ચૂકવવામાં આવતા હતા. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જ દ્વેષભાવ રાખીને તેમને છૂટા કરી દેવાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષોથી વફાદારીપૂર્વક સેવા આપતા શ્રમિકોને અચાનક નોકરીમાંથી દૂર કરાતા તેમના પરિવારના ભરણપોષણનો પ્રશ્ન ઊભો થયો છે. આક્રોશિત કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય પગાર સાથે ફરી નોકરી પર પરત લેવામાં આવે તેવી માંગ કરી છે.

Exit mobile version