Site icon hindtv.in

અમદાવાદ જુમ્મા મસ્જિદ પાસે યુસીસી બિલનો વિરોધ.

અમદાવાદ જુમ્મા મસ્જિદ પાસે યુસીસી બિલનો વિરોધ.
Spread the love

અમદાવાદ જુમ્મા મસ્જિદ પાસે યુસીસી બિલનો વિરોધ.
રમજાન ઈદના દિવસે AIMIM કાર્યકર્તાઓ ઉતર્યા રસ્તા પર.
યુસીસી હટાવો દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ઈદની ઉજણી થઈ રહી છે. આ દરમિયાન અમદાવાદની જુમ્મા મસ્જિદ બહાર યુસીસીને લઈ AIMIMના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. યુસીસી હટાવો દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં AIMIMના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરતાં જ પોલીસ હરકતમાં આવી હતી. પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાથી પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી. દેખાવકારોએ કહ્યું કે, અમે આજે UCCનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અમારી શરિયત કહેતી નથી. UCC રદ કરવાની સરકારને અમે માંગ કરીએ છીએ. અમે ગુજરાતમાં તેનો વિરોધ કરીશું. લગ્નની વિધિ, લગ્ન કરાર માટે સૂચિત કાયદામાં જોગવાઇ સૂચવાઇ છે. લીવ ઇન રિલેશનમાં રહેનાર પુખ્ત વયના સ્ત્રી, પુરુષે રિલેશનશીપમાં છે અથવા જોડાવાના છે તેવું લેખિતમાં નિયત રજિસ્ટ્રાર પાસે નોંધાવવાનું રહેશે. જ્યારે લગ્ન-કરાર સમયે પુરુષની 21 અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમજ અમલમાં હોય તેવા કોઇપણ કાયદા હેઠળ લગ્ન પ્રતિબંધિત ન હોય તેવા કિસ્સામાં લગ્નવિધિ કે લગ્ન કરાર કરી શકશે. તેની નોંધણી કરાવવાની રહેશે. એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચે લગ્નવિધિ કે કરાર તેમની રૂઢીગત પ્રથાઓ, ધાર્મિક માન્યતાઓ, વિધિઓ, સંસ્કારો અને ધાર્મિક વિધિ મુજબ કરવા જોઇએ.

તાજેતરમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે રચાયેલી નિવૃત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇની અધ્યક્ષતા હેઠળની સમિતિએ અહેવાલ સોંપ્યા બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેનો સ્વીકાર કરાયો હતો. આ અહેવાલના આધારે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ વિધેયકને મંજૂર કરી આગામી મંગળવારે વિધાનસભામાં સર્વગ્રાહી ચર્ચા માટે રજૂ કરાશે. જે બાદ UCC અમલી બનતાં મુસ્લિમ પુરુષો 4 પત્નિ નહીં રાખી શકે. આ ઉપરાંત બીજી અસર પણ થશે. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, 2006 હેઠળ અગાઉથી નોંધાયેલા હોય તે સિવાય, આ સંહિતા અમલમાં આવે તે પહેલાં જેમણે વિધિવત કરેલા લગ્નો અને લગ્ન કરારોની નોંધણી કરાવવાની રહેશે. આ માટે કોઇપણ એક પક્ષકાર લગ્ન સમયે રાજ્યનો રહેવાસી હોય તે તમામને આ લાગુ પડશે. આ જ રીતે રાજ્ય બહાર લગ્નવિધિ કે કરારથી જોડાનાર પણ નોંધણી કરાવી શકશે. કાયદો અમલમાં આવ્યા પછી કોર્ટ થકી થતાં છૂટાછેટાની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવી શકશે. રજિસ્ટ્રાર પક્ષકારોને સાંભળ્યા પછી જ છtટાછેટા માન્ય કરશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version