Site icon hindtv.in

સુરતમાં ફરી સ્માર્ટ મીટરનો વિરોધ

સુરતમાં ફરી સ્માર્ટ મીટરનો વિરોધ
Spread the love

સુરતમાં ફરી સ્માર્ટ મીટરનો વિરોધ
અડાજણ ખાતે સ્માર્ટ મીટર લગાવવા જતા વિરોધ
ડીજીવીસીએલના કર્મચારીઓ સાથે સ્થાનિકોની બોલાચાલી

સુરતમાં ફરી સ્માર્ટ મીટરનો વિરોધ સામે આવ્યુ છે. અડાજણ ખાતે સ્માર્ટ મીટર લગાવવા ગયેલા ડીજીવીસીએલના કર્મચારીઓ સાથે સ્થાનિકોની બોલાચાલી થઈ હતી.

સુરતમાં શહેરમાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે અડાજણના હનીપાર્ક રોડ પર શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો હતો. ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકો અને ડીજીવીસીએલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તો કર્મચારીઓ મકાન માલિકોની મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવી હોવાના આરોપ કરાયા હતાં. અને સોસાયટીના રહીશોની જાણ વગર મીટર લગાવતા અધિકારીઓને અટકાવાયા હતાં. તો ડીજીવીસીએલના કર્મચારીઓએ કહ્યુ હતુ કે મીટર અમારા છે મીટર અમે બદલી નાખીશું.

Exit mobile version