Site icon hindtv.in

સુરતના કોળી સમાજમાં રમત ગમતને પ્રોત્સાહન

સુરતના કોળી સમાજમાં રમત ગમતને પ્રોત્સાહન
Spread the love

સુરતના કોળી સમાજમાં રમત ગમતને પ્રોત્સાહન
“પરિવર્તન ટ્રસ્ટ”ના આયોજન હેઠળ પ્રીમિયર લીગ – KSPPL-3 2026
સ્વર્ગસ્થ ધીરુભાઈ પરસોત્તમભાઈ ઇજારદાર ની સ્મૃતિમાં આયોજન

સુરતના કોળી સમાજમાં રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે કાઠા વિભાગ યુવા કોળી સમાજ દ્વારા “પરિવર્તન ટ્રસ્ટ”ના આયોજન હેઠળ કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ – KSPPL-3 2026નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન આગામી 26 મેના રોજ સાંજે 5 વાગ્યે સિટી રોડ સ્થિત ગાંધી મેદાન ખાતે યોજાયેલ હતું આ ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્વર્ગસ્થ મધુબેન ધીરુભાઈ ઇજારદાર તથા સ્વર્ગસ્થ ધીરુભાઈ પરસોત્તમભાઈ ઇજારદાર ની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો તેમજ સમાજના આગેવાનો, યુવાનો તેમજ ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સાથે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.સમાજમાં એકતા, રમતગમત અને યુવાનોમાં ઉત્સાહ વધારવાના હેતુથી આયોજિત આ KSPPL-3 ટૂર્નામેન્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથોસાથ ગતરોજ ધ્યેય ઇજારદાર કપ નું ભવ્ય લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું અને ઉત્સાહ ભેર KSPPL-3 ટૂર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી

Exit mobile version