Site icon hindtv.in

સુરતની લીંબાયત પોલીસની સરાહનીય કામગીરી

સુરતની લીંબાયત પોલીસની સરાહનીય કામગીરી
Spread the love

સુરતની લીંબાયત પોલીસની સરાહનીય કામગીરી
મહિલા રીક્ષામાં પેસા ભરેલું પર્સ ભૂલી ગઈ હતી
લીંબાયત પોલીસને 150 સીસીટીવી ચેક કરી રૂપિયા શોધી પરત કર્યા

સુરતની લીંબાયત પોલીસે મહિલાના ગુમ થયેલ ૧ લાખ રૂપિયા તાત્કાલિક શોધી મહિલાને પરત કરતા કર્યા હતા. મહિલા રીક્ષામાં પેસા ભરેલું પર્સ ભૂલી ગઈ હતી.

આ અંગે લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, ગઈ તારીખ 22 /4 /2025 ના રોજ તબબસુન મોહમ્મદ ફિરોઝ શેખ નામની મહિલા લીંબાયત લાલ બિલ્ડિંગ પાસે એક ઓટો રીક્ષામાં બેસી આંબેડકર નગર પોતાના ભાઈને ટિફિન પહોંચાડવા જતા હતા. તે વખતે મહિલા ઓટોરિક્ષામાં પોતાનું પર્સ ભૂલી ગયા હતા અને તે પર્સમાં એક લાખ રૂપિયા હતા. મહિલા રીક્ષામાંથી ઉતર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે તે પોતાનુ પર્સ ભૂલી ગયા છે.જેથી તાત્કાલિક તેઓ લિંબાયત પોલીસ મથક પહોંચ્યા હતા. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઈ ઓટોરિક્ષા ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ બનાવી 150 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને બાતમીના આધારે રીક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો પોલીસે ચાર કલાકની અંદર મહિલાના ₹1,00,000 ભરેલું પર્ષ શોધી કાઢી તેરા તુજકો અર્પણ અંતર્ગત મહિલા ને એક લાખ રૂપિયા પરત કર્યા હતા. મહિલાએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને આભાર પ્રગટ કર્યો હતો.

Exit mobile version