સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રોહિબિશનનો વોન્ટેડ આરોપી
14 જેટલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
પરમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાનડેને ઝડપ્યો
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રોહિબિશનના 14 જેટલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર દ્વારા સુરતમાં બનેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વીવીધ ટીમો મેદાને હતી ત્યારે એન્ટી એક્ષ્ટ્રોશન સ્કોડની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના ધુલીયાના શીંદખેડા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ મથકમાં 14 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી મુળ બિહારનો અને હાલ વાપી અને ભેસ્તાન ખાતે રહેતા પરમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાનડેને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
