પ્રોગ્રેસ એલાયન્સ મેગા મીટિંગ 2026
સીમાડા હેપીનેસ બેન્ક્વેટમાં ઉદ્યોગસાહસિકોનો મહાકુંભ
2000થી વધુ બિઝનેસમેન વચ્ચે પ્રોગ્રેસ એલાયન્સની મેગા મીટિંગ
પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સફળ આયોજન.
સુરત. ઉદ્યોગસાહસિકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત નોન-પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના સીમાડા સ્થિત હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે મેગા મીટિંગ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું. સવારે 7થી 12 વાગ્યા સુધી યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં આશરે 2000થી વધુ ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો અને બિઝનેસ વૃદ્ધિ સાથે માનવીય મૂલ્યોના સમન્વય પર ઊંડું મંથન કર્યું.
આ મીટિંગમાં ઉદ્યોગસાહસિકોએ એકબીજાને સપોર્ટ આપીને બિઝનેસ કેવી રીતે આગળ વધારવો અને સાથે સાથે જીવનમાં સુખ, સંતોષ અને હેપીનેસ કેવી રીતે વધારવી તે અંગે ચર્ચા કરી. જીવન વિદ્યા અને મધ્યસ્થ દર્શનના સિદ્ધાંતોને આધારે બિઝનેસમાં હ્યુમન વેલ્યુઝને કેવી રીતે સામેલ કરી શકાય તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનના પ્રબોધક સોમભાઈ ત્યાગી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માનવના “મેં” અને “શરીર” વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું કે બંનેની જરૂરિયાતો અલગ હોય છે અને સાચી ખુશી માટે આંતરિક પરિવર્તન જરૂરી છે. તેમણે સમજાવ્યું કે માત્ર પૈસા કે ભૌતિક વસ્તુઓથી સુખ મળતું નથી, પરંતુ મન, વૃત્તિ અને ચિત્તમાં બદલાવ લાવવાથી સાચો સંતોષ મળે છે. સોમભાઈ ત્યાગીએ ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું કે બિઝનેસની સાથે સાથે વ્યક્તિ પોતાનું માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકે અને ફુલફિલમેન્ટ કેવી રીતે મેળવી શકે. તેમણે છેલ્લા 25 વર્ષથી માનવ જીવનમાં સુખ અને પરિવારિક હેપીનેસ વધારવા માટે કરવામાં આવેલા તેમના કાર્ય વિશે પણ માહિતી આપી.
કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો વચ્ચે નેટવર્કિંગ, ટીમ ડેવલપમેન્ટ અને કસ્ટમર સાથેના સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મુકાયો. બિઝનેસમાં પ્રોફિટ સાથે સાથે કર્મચારીઓ અને ગ્રાહકોના જીવનમાં સંતોષ અને ખુશી લાવવા માટેના માર્ગો પર ચર્ચા કરવામાં આવી. પ્રોગ્રેસ એલાયન્સ છેલ્લા 12 વર્ષથી દેશના 15થી વધુ શહેરોમાં કાર્યરત છે અને 6500થી વધુ સભ્યો સાથે ઉદ્યોગસાહસિકોને આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સંસ્થા દર મહિને મીટિંગ યોજી એક્શન આધારિત કાર્ય દ્વારા સભ્યોના બિઝનેસ અને વ્યક્તિગત વિકાસમાં યોગદાન આપે છે. આ સમગ્ર આયોજનમાં એલાયન્સ ગ્રોથ પાર્ટનર કમલ દેવરાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ બિઝનેસ સાથે જીવનમાં સંતુલન જાળવી આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

