સુરત મહાનગર પાલિકા દ્વારા વિશ્વ એઈડ્સ દિવસે કાર્યક્રમ
સ્લોગન સાથે જનજાગૃત્તિ રેલીનુ આયોજન કરાયુ
જનજાગૃતિ રેલીને સુરતના મેયર દ્વારા પ્રસ્થાન કરાવાય
સુરત મહાનગર પાલિકા દ્વારા વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે એઈડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દુર કરીએ તેના સ્લોગન સાથે જનજાગૃત્તિ રેલીનુ આયોજન કરાયુ હતું.
વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી સુરત મહાનગર પાલિકા તથા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી એઈડ્સના સંયુક્ત ઉપક્રમે પહેલી ડિસેમ્બરે રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો. એઈડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા અને વિક્ષેપને દુર કરવાના સ્લોગન સાથ યોજાયેલી જનજાગૃતિ રેલીને સુરતના મેયર દ્વારા પ્રસ્થાન કરાવી હતી. તો આ સમયે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

