ગાંધીનગરમાં નમો લક્ષ્મી-સરસ્વતી યોજનાનો કાર્યક્રમ
4,72,260 થી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ
વિદ્યાર્થીઓ માટે 646 કરોડની અધધ સહાય
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત કુલ 541 કરોડથી વધુની માતબર રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને મળેલી સહાયની વિગતો આ મુજબ છે. નમો લક્ષ્મી યોજના:આ યોજના અંતર્ગત ધોરણ 10 અને 12 ની 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 513 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. “બેટી બચાવો, બેટી પઢાવો” ના અભિગમ સાથે કોઈ પણ દીકરી આર્થિક કારણોસર અભ્યાસથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના: મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જન્મજિન નિમિત્તે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અને ઉત્તીર્ણ થયેલા 57 હજાર વિદ્યાર્થીઓને રૂ. 28 કરોડથી વધુની શિષ્યવૃત્તિ ચૂકવાઈ છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા અને સંશોધન ક્ષેત્રે આગળ વધતા યુવાનો માટે પણ વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળથી જ સૌના સાથ અને સૌના વિકાસ સાથે શિક્ષણને મજબૂત પાયો આપ્યો છે. આજના વિદ્યાર્થીઓ ખૂબ હોંશિયાર અને સ્માર્ટ છે, જેમનું આઈક્યુ લેવલ પણ ઊંચું છે. સરકાર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને છેલ્લા કેટલાક વર્ષોથી અભ્યાસથી છૂટી ગયેલા વિદ્યાર્થીઓને પણ પુનઃ શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે. રાજ્ય સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર પૂરૂં ધ્યાન આપીને યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

