માંડવી સાંસદ કાર્યાલય ખાતે દિવ્યાંગજન કલ્યાણ હેતુસર કાર્યક્રમ
સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી ઇલેક્ટ્રીક મોપેડ અર્પણ કરાય.
આજ રોજ માંડવી સ્થિત સાંસદ કાર્યાલય ખાતે માન. સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટ અંતર્ગત દિવ્યાંગજન કલ્યાણના હેતુસર એક મહત્વપૂર્ણ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દિવ્યાંગ લાભાર્થી હિતેષભાઈ મોહનભાઈ ચૌધરીને ઇલેક્ટ્રિક મોપેડ અર્પણ કરવામાં આવી હતી.
આ સહાય મળતા લાભાર્થીને રોજિંદા જીવનમાં અવરજવર વધુ સરળ બનશે તેમજ સ્વાવલંબન તરફ આગળ વધવામાં મદદ મળશે। સમાજના દરેક વર્ગ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે અને દિવ્યાંગજનો પણ આત્મવિશ્વાસ સાથે સમાજમાં આગળ વધી શકે તેવા ઉદ્દેશ સાથે આ સહાય આપવામાં આવી હતી।
માન. સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ દ્વારા હંમેશા સમાજના ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને સહાયકારી કાર્યો કરવામાં આવે છે। દિવ્યાંગજનોને સહાયરૂપ સાધનો ઉપલબ્ધ કરાવી તેમને સશક્ત બનાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક આગેવાનોએ લાભાર્થીને શુભેચ્છાઓ પાઠવી હતી અને માન. સાંસદ શ્રીના આ સેવાકાર્યની પ્રશંસા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ આત્મીય અને સેવાભાવના માહોલમાં યોજાયો હતો.

