Site icon hindtv.in

અરેઠના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે કાર્યવાહી

અરેઠના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે કાર્યવાહી
Spread the love

અરેઠના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે કાર્યવાહી
કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે ગુનો નોંધાયો
પોલીસ જવાબદારોની ધરપકડ કરી ઘટના સ્થળે પંચનામું કરાયું.

અરેઠના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઘટના સ્થળેથી મટીરીયલના સેમ્પલો તેમજ FSL તેમજ ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા. કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે ગુનો નોંધાયો, પોલીસ જવાબદારોની ધરપકડ કરી ઘટના સ્થળે પંચનામું કરાયું.

સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામના 21 કરોડના નલ સે જલ ગાય પગલાં પાણી પુરવઠા યોજના અંતર્ગત પ્રોજેકટ નિર્માણ પામી રહયો હતો. જે અંતર્ગત અંદર વોટર સમ્પ તેમજ જમીન ૧૫ મીટર ઉંચાઈ પર એક 11 લાખ લીટર ક્ષમતા ની પાણી ની ટાંકી નિર્માણ પામી હતી. જે ટાંકીમાં ટેસ્ટિંગના ભાગરૂપે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમ્યાન ગત ૧૯ તારીખ ના રોજ ટાંકી તૂટી પડી હતી. વિપક્ષ અને લોકોએ તંત્ર અને સરકાર સામે ફિટકાર લગાવી કામગીરી માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે બાદ તપાસ નું ધમધમાટ શરૂ થયો હતો. જોકે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા. ડે.ઇજનેર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઘટના બાદ સરકાર માં માછલા ધોવાતા તપાસ તેજ કરી હતી. ગાંધીનગર રિસર્ચ ટીમ, વિજિલન્સ ટીમ, એફ.એસ.એલ ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ સહિત ના મટીરીયલ તેમજ ટાંકી અંદર ડ્રિલ લેવામાં આવેલ નમૂનાઓને પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સરકારી પંચો ને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે. અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર, સુપર વાઇઝર, સહિત ના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા પ્રોજેકટ ના જ્યંતી સુપર કન્સ્ટ્રક્શન ના માલીક જ્યંતી પટેલ, જોઈન્ટ ભાગીદાર બાબુ લાલ અંબાલાલ પટેલ, સર્ટિફિકેટ ચકાસણી કરતી પી.એસ.સી માર્સ બાબુ ભાઈ પટેલ, કન્સ્ટ્રક્શન કર્મચારી ધવલ પટેલ, જસ્મિન પટેલ,સ્ટાફ સુપર વિઝન કર્મચારી જીગર ભાઈ પટેલ, અંકિત ગરાસિયા કાર્યપાલક ઈજનેર ની ધરપકડ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાર્ય પાલક ઈજનેર જય ચૌધરી હાલ ફરાર થઇ ચુક્યો છે. પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….

Exit mobile version