ડાંગ જિલ્લા સાયબર ક્રાઈમ સેલની કાર્યવાહી
14 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
શેરમાં રોકાણ કરાવી લાલચ આપનાર ઠગ ઝડપાયો
ડાંગ જિલ્લા સાયબર ક્રાઈમ સેલે આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ગાંધીનગરની માઈક્રોટેક કંપનીના માલિકની ધરપકડ કરી છે.
ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ ફરિયાદીને ‘1203 ENAM શાંતિ યાત્રા નુવામા T49 ટ્રેડ ઓબ્ઝર્વેશન ગ્રુપ’ નામના ગ્રૂપ દ્વારા રોકાણ પર સારો નફો આપવાની લોભામણી લાલચ આપી હતી. પોલીસે આ ગુનામાં રાજેશકુમાર રામચરિત્ર સિંઘની ગાંધીનગર માઇક્રો ટેક કંપનીમાંથી અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. 50 હજારના બે મોબાઇલ જપ્ત કર્યા હતા. આરોપીના બેંક એકાઉન્ટ પર NCCRP પોર્ટલ પર ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી 15 અરજીઓ નોંધાયેલી હતી, જે આ ફ્રોડના આંતરરાજ્ય વ્યાપને દર્શાવે છે. આ ગુનો ટેકનિકલ સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી ડિટેક્ટ કરાયો હતો. આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના બેંક એકાઉન્ટ પર NCCRP પોર્ટલ પર નોંધાયેલ અરજીઓમાં ગુજરાત, કેરળ, કર્ણાટક (4 અરજીઓ), તામિલનાડુ, ઉત્તર પ્રદેશ (2 અરજી), પશ્ચિમ બંગાળ (2 અરજી), તેલંગાણા (૨ અરજી), હિમાચલ પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. કાર્યવાહી ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ, અને નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેનો હેતુ સાયબર ફ્રોડના ગુનાઓ શોધવા અને અટકાવવાનો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

