વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે
એરપોર્ટથી સીધા હજીરા સ્થિત એલ એન્ડ ટી પ્લાન્ટ ખાતે પહોંચ્યા
સ્વદેશી જોરાવર ટેન્ક સહિત અત્યાધુનિક સંરક્ષણ સાધનોનું નિરીક્ષણ કર્યું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત એલ એન્ડ ટી પ્લાન્ટ ખાતે પહોંચેલા પીએમ મોદીએ સ્વદેશી જોરાવર ટેન્ક સહિત અત્યાધુનિક સંરક્ષણ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લીધી હતી. સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટીના અદ્યતન ઉત્પાદન કેન્દ્રની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા વિવિધ ડિફેન્સ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે સ્વદેશી જોરાવર લાઇટ ટેન્ક સહિત અનેક આધુનિક સંરક્ષણ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ગ્રીન એનર્જી ક્ષેત્રે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાનની મુલાકાતને લઈને સમગ્ર પ્લાન્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

