Site icon hindtv.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે
નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ભવ્ય લોકાર્પણ કરશે.
10 કરોડથી વધુના ખર્ચે 40 હજાર ચોરસ ફૂટમાં કમલમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે આવશે.  નેશનલ હાઈવે નંબર ૪૮ નજીક નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ભવ્ય લોકાર્પણ કરશે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને લઈને નવસારી ભાજપા  સહિત વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.

નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ આશરે 10 કરોડથી વધુના ખર્ચે 40 હજાર ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં કોર્પોરેટ શૈલીમાં તૈયાર થયેલું ‘નમો કમલમ’ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. ડિજિટલ અને વહીવટી કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે કાર્યાલયમાં AI ટેકનોલોજી અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.કાર્યાલયમાં સેંકડો કાર્યકરો એકસાથે બેસી શકે તે માટે વિશાળ ઓડિટોરિયમ, મહત્વની બેઠકો માટે આધુનિક કોન્ફરન્સ હોલ તેમજ પક્ષના પદાધિકારીઓ અને પ્રવાસી નેતાઓ માટે અલગ કેબિન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ‘નમો કમલમ’ના લોકાર્પણને લઈને નવસારી ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Exit mobile version