Site icon hindtv.in

સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાનુ યથાવત

સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાનુ યથાવત
Spread the love

સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાનુ યથાવત
કાપોદ્રા પાસે બીઆરટીએસ રોડ તૂટી પડતાં 20 ફૂટ ઊંડો ખાડો
બસ સહિત અનેક વાહનો ફસાતા ભાગદોડ મચી ગઈ

સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાનુ યથાવત હોય તેમ ફરી રસ્તો ધસી પડતા બસ ફસાઈ હતી. સુરતના કાપોદ્રા પાસે બીઆરટીએસ રોડ તૂટી પડતાં 20 ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો જેમાં બસ સહિત અનેક વાહનો ફસાતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતના કપોદ્રા વિસ્તારમાં બોમ્બે કોલોની પાસે આજે બીઆરટીએસ રોડ અચાનક ધસી પડતા અંદાજે 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. ઘટના સમયે પસાર થઈ રહેલી બીઆરટીએસ બસ સહિત અનેક વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગ અને મનપાની ટીમો સ્થળ પર પહોંચી બચાવ અને રસ્તો સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલ તંત્ર દ્વારા રસ્તો ધસી પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version